Get The App

વરઘોડાને કારણે કારમાં રોંગસાઇડ આવેલા ત્રણ યુવકોએ ટેમ્પો ચાલકની ધોલાઇ કરી,એક પીધેલો પકડાયો

Updated: Feb 9th, 2025

GS TEAM


Google News
Google News
વરઘોડાને કારણે કારમાં રોંગસાઇડ આવેલા ત્રણ યુવકોએ ટેમ્પો ચાલકની ધોલાઇ કરી,એક પીધેલો પકડાયો 1 - image


ગોરવા વિસ્તારમાં ગઇકાલે રાતે કારમાં આવેલા ત્રણ યુવકોએ એક ટેમ્પો ચાલકને આંતરી માર મારતાં પોલીસે એક કાર ચાલકને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો.

વડોદરા નજીક પાદરા તાલુકાના કણઝટ ખાતે રહેતા ઠાકોરભાઇ માળીએ પોલીસને કહ્યું છે કે,હું ટેમ્પામાં ડુંગળી ભરી ગોંડલ માર્કેટથી વડોદરા એપીએમસી તરફ આવી રહ્યો હતો ત્યારે ઉંડેરા રોડ પર રાતે એક વરઘોડો આવી રહ્યો હોવાથી રોંગ સાઇડ આવેલી ઇનોવા કારના ચાલકે આ અમારો વિસ્તાર છે,ગાડી ઉભી રાખવી પડશે,નહિંતર જવા નહિં દઇએ...તેમ કહી તકરાર કરી હતી.

હું કાર લઇને આગળ જતાં કાર ચાલક પાછળ આવ્યો હતો અને આઇટીઆઇ પાસે ટેમ્પો આંતરી ત્રણેય જણાએ મને માર માર્યો હતો. જે દરમિયાન તેમના નામ રાકેશ,રણજિત અને શિવમ હોવાનું જાણવા મળ્યું હતું.મેં આ બાબતે ગોરવા પોલીસને જાણ કરી હતી.દરમિયાનમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કારમાં સવાર રાકેશ રણછોડાભાઇ રાજપૂત(લક્ષ્મીનારાયણ સોસાયટી,કરોડિયા રોડ,ઉંડેરા,વડોદરા) દારૃ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

Tags :