Gujarat

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ

By GS TEAM
7 Aug 20252 mins read
સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ  એકનો બચાવ, બેની શોધખોળ

ગાંધીનગર શહેર પાસેની કેનાલમાં ડુબવાના બનાવો વધ્યાં

ત્યાંથી પસાર થતા રિક્ષા ચાલકે એક યુવાનને બહાર કાઢી લીધો પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડ શોધી શકી નહીં

ગાંધીનગર :  ગાંધીનગર નજીક કોટેશ્વર ગામની બાંધકામ સાઈટ ઉપર કામ કરતાં ત્રણ મજૂર મિત્રો આજે સુઘડ નર્મદા કેનાલમાં નાહવા પડયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જોકે રીક્ષા ચાલક દ્વારા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડ અન્ય બે યુવાનોને શોધવામાં નિષ્ફળ રહી હતી. જેથી ફાયર બ્રિગેડ પરત ફરી હતી તો આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદી અને નર્મદા કેનાલમાં નહીં જવા માટે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેમછતાં હજી પણ લોકો નર્મદા કેનાલમાં જઈ રહ્યા છે. આજે બપોરના સમયે કોટેશ્વર ગામ ખાતે આવેલી ટીપીએફ ખાતેની એક્ટ્રેશન કન્ટ્રક્શન સાઇટ ઉપર મહારાષ્ટ્રના ૩ યુવકો જેમાં ૪૫ વષય મંગેશ જાનકરાવ કાનકે, ૩૩ વષય રોશન માંડવકર અને ૪૦ વષય ધનરાજ કદમ સુગર નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા અને નાહવા માટે પડયા હતા. જોકે પાણીમાં ઉતર્યા પછી તેઓ મસ્તી કરી રહ્યા હતા અને ત્યારબાદ રોશન અને ધનરાજ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પોતાની સાથેના મિત્રો પાણીમાં ડુબવા લાગતા જોઇ મંગેશે બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં મિત્રોને બચાવવા જતો મંગેશ પોતે પાણીના વહેણમાં ડુબવા લાગ્યો હતો. જેથી તેને બુમરાણ મચાવતા એક રીક્ષા ચાલક ઉભો રહી ગયો હતો અને પાણીમાંથી બહાર આવવાના પ્રયાસ કરતા મંગેશને પકડી લેતા બહાર કાઢયો હતો.

આ ઘટના બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને કાફલો નર્મદા કેનાલ પહોંચ્યો હતો અને આ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડ પરત ફરી હતી તો આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી હતી.