Get The App

ભાવનગર પાલિતાણા હાઇવે પર બાઇક ટ્રક પાછળ ઘૂસી, ત્રણ યુવકોના મોત, માતમનો માહોલ

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગર પાલિતાણા હાઇવે પર બાઇક ટ્રક પાછળ ઘૂસી, ત્રણ યુવકોના મોત, માતમનો માહોલ 1 - image


Road Accident on Bhavnagar-Palitana Highway : ભાવનગરના પાલિતાણા હાઇવે પર સોનપરી ગામ નજીક ગુરૂવારે (10મી એપ્રિલ) મોડી રાત્રે ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. જેમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું  શુક્રવાર (11મી એપ્રિલ) સારવાર મોત નીપજ્યું હતું. 

ભાવનગરના પાલિતાણા હાઇવે રોડ ઉપર સોનાપરી નજીક ગુરૂવારે મોડી રાત્રે બાઇક અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકો થોરાળી ગામથી પાલીતાણા તરફ બાઈક લઈને ત્રણ સવારી યુવાનો જઈ રહ્યા હતા. તે સમયે આરએમસીના ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજે (શુક્રવારે) ટુંકી સારવાર વધુ એક યુવકનું મોત નીપજ્યું હતું. 

ભાવનગર પાલિતાણા હાઇવે પર બાઇક ટ્રક પાછળ ઘૂસી, ત્રણ યુવકોના મોત, માતમનો માહોલ 2 - image

આ ઘટનામાં થોરાળી ગામના ત્રણ યુવાનોના કરુંણ મોત નીપજતા પરિવારમાં માતમ ફેલાયો છે. અકસ્માતની ઘટના બાદ પરિવારજનો આરોપ કર્યો હતો કે હાઈવે રોડ ઉપર ટ્રકની પાછળ પાર્કિંગ લાઈટ પણ શરૂ કરવામાં આવી ન હતી અને રેડિયમ પણ લગાવવામાં આવ્યું ન હતું. આ ગોઝારા અકસ્માતમાં કમલેશ વાઘેલા, દીપક વાઘેલા અને રાહુલ વાઘેલા નામના કૌટુંબિક ભાઈઓના મોત નીપજ્યા છે. 

Tags :