Gujarat

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા

By GS TEAM
8 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરાના એક ઇન્વેસ્ટરને ફસાવી 35.30 લાખની છેતરપિંડી કરવાના બનાવવામાં પોલીસે રાજકોટ નજીકથી ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં ત્રણ યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા

Vadodara Fraud Case : વડોદરાના એક ઇન્વેસ્ટરને ફસાવી 35.30 લાખની છેતરપિંડી કરવાના બનાવવામાં પોલીસે રાજકોટ નજીકથી ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે.

વડોદરાના એક ઇન્વેસ્ટરને એક લિંક મોકલ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગની ટિપ્સ આપવાના નામે બોગસ એકાઉન્ટમાં સારો પ્રોફિટ બતાવી 36.50 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ઓનલાઇન ઠગોએ 1.20 લાખ પરત કરી બાકીની રકમ પરત કરી ન હતી.

આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાતા ટ્રાન્સફર થઈ ગઈ રકમ બાબતે બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવામાં આવી હતી. પોલીસે ઉપરોક્ત રકમમાંથી 1.70 લાખની રકમ જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી તેના ખાતેદાર જયરાજ મધુભાઈ ખુમાણ (નીલમ સીટી, યુનિવર્સિટી રોડ,રાજકોટ) તેમજ આ એકાઉન્ટમાંથી રકમ બીજાને ટ્રાન્સફર કરવાની સવલત કરી આપનાર સિધ્ધરાજ રાહુજીભાઈ રાઠોડ (અયોધ્યા નગર સોસાયટી, દિયોદર વાવ થરાદ) અને ધૃપલ દિનેશભાઈ પટેલ (અસ્થાનજી કમ્પાઉન્ડ, સુરત)ની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં વડોદરાના ઇન્વેસ્ટરની રકમ જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી તેમાં 8 કરોડના ટ્રાન્ઝેક્શન જણાઈ આવ્યા છે. જેથી તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.