Gujarat
ફતેગંજ બ્રિજ પર સ્કૂટરને અડફેટમાં લઇ થ્રી વ્હીલ ટેમ્પો પલટી ગયો
By GS TEAM
25 Oct 20251 min read

વડોદરાઃ વડોદરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો અટકાવવા માટે એકતરફ શહેર પોલીસની મોટેપાયે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બીજીતરફ બેફામ રીતે વાહનો હાંકવાને કારણે અકસ્માતના બનાવો પણ સતત બની રહ્યા છે.આજે આવો જ એક બનાવ ફતેગંજ બ્રિજ પર બનતાં પોલીસ દોડી આવી હતી.
ફતેગંજ બ્રિજ પર મોડી સાંજે એક સ્કૂટર ચાલકને અડફેટમાં લીધા બાદ ફૂડ ડિલિવરીના થ્રી વ્હીલ ટેમ્પો પલટી જતાં થોડીવાર માટે વાહનચાલકો અટવાયા હતા. જો કે પોલીસે રાહદારીઓની મદદથી તરત જ ટેમ્પો ઉભો કરી વાહનવ્યવહાર રાબેતા મુજબનો બનાવ્યો હતો.બનાવમાં સ્કૂટર ચાલકને ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો.








