Gujarat

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે

By GS TEAM
1 Apr 20261 min read
TukuTouch Logo
માંડવીથી પાણીગેટ સુધીના હંગામી દબાણો હટાવીને વધુ એક ટ્રક માલ સામાન કબજે કરાયો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો હટાવી ત્રણ ટ્રક સામાન કબજે

Vadodara : ટ્રાફિકથી ધમધમતા અને વોર્ડ નં 13માં કુબેર ભવન પાસેની દિવાલ સામેની બાજુએ વર્ષોથી ગેરકાયદે અડીંગો જમાવનાર ખાણીપીણી, ચા સહિત લસ્સીની લારીઓના કારણે વારંવાર ટ્રાફિકજામ થયા કરે છે. ગ્રાહકોના આડેધડ પાર્કિંગથી ક્યારેક સામાન્ય તકરાર પણ થયા કરે છે. આ અંગે આજે દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં ત્રાટકી ગેરકાયદે લારી ગલ્લાના દબાણો હટાવી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. એવી જ રીતે માંડવીથી પાણીગેટ સુધીના હંગામી દબાણો હટાવીને વધુ એક ટ્રક માલ સામાન કબજે કરાયો હતો.