Get The App

બ્રાન્ડેડ કંપનીની ડૂપ્લિકેટ એસેસરિઝ વેચતા ત્રણ વેપારી ઝડપાયા

ત્રણેય દુકાનમાંથી ૪.૯૨ લાખની એસેસરિઝ કબજે

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાન્ડેડ કંપનીની ડૂપ્લિકેટ એસેસરિઝ વેચતા ત્રણ વેપારી ઝડપાયા 1 - image

વડોદરા,હરણી રોડની બે તથા ફતેપુરાની એક મોબાઇલ શોપમાંથી એપલ કંપનીની ડૂપ્લિકેટ એસેસરિઝ મળી આવતા ત્રણેય દુકાનના માલિક સામે ગુનો દાખલ કર્યો છે.

હરણી રોડ સંગમ ચાર રસ્તા  પાસે નીયો મોબાઇલ નામની શોપમાં કંપનીના અધિકારી તથા  પોલીસે મળેલી માહિતીના આધારે તપાસ કરતા  એપલ કંપનીની ડૂપ્લિકેટ એસેસરિઝ, કવાર , એરપોડ્સ, એડપ્ટર તથા ચાર્જીંગ કેબલ મળી કુલ રૃપિયા ૨.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નજીકમાં જ આવેલી અન્ય એક દુકાન એન.ડી. મોબાઇલ શોપમાંથી ૫૯  હજારની ડૂપ્લિકેટ એસેસરિઝ મળી આવી હતી.

જ્યારે ફતેપુરા ચાર રસ્તા પાસે આવેલી ન્યૂ વેરાયટી મોબાઇલ એસેસરિઝ અનલિમિટેડ કલેક્શન નામની દુકાનમાંથી પણ ૧.૪૦ લાખની ડૂપ્લિકેટ એસેસરિઝ મળી આવી હતી.

 જેથી,  પોલીસે નીયો મોબાઇલ શોપના માલિક   વિનોદભાઇ કુંદનભાઇ વંજાણી (રહે. દેવનારાયણ ફ્લેટ, ધોબી તળાવ પાસે, વારસિયા)  તથા એન.ડી. મોબાઇલ શોપના માલિક ભાવેશ નરેન્દ્રભાઇ છત્રીવાલા (રહે.સુવાસ સોસાયટી, લાલબહાદુર સ્કૂલની સામે, હરણી ) તથા ન્યૂ વેરાયટીના માલિક મૌસીન અબ્દુલગની વ્હોરા (રહે.હાથીખાના)  ની સામે ગુનો દાખલ કર્યો છે.

Tags :