Gujarat

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
ગોરવાના બે તથા સુભાનપુરાના એક ગલ્લામાં પોલીસનું ચેકિંગ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા

Vadodara Police : વડોદરાના ગોરવા તથા સુભાનપુરા વિસ્તારના પાનના ત્રણ ગલ્લા પરથી ગોરવા પોલીસે ગોગા રોલ તથા રોલિંગ પેપરના બોક્સ કબજે કર્યા છે. પોલીસે કુલ 6,110 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલીંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો સામેની ડ્રાઇવ દરમિયાન ગોરવા પોલીસે ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુમાં આવેલા રાધે રાધે પાનના ગલ્લા તથા જય ભોલે પાનના ગલ્લા તથા સુભાનપુરા વિમલનાથ કોમ્પલેક્સમાં આવેલા પટેલ પાન કોર્નરમાં ચેક કરતા ગોગા રોલનું બોક્સ તથા રોલીંગ પેપર મળી આવ્યા હતા. જેથી, દુકાનના (1) માલિક હિતેશ સુખરામભાઇ અગ્રવાલ (રહે.ઉન્નડનાથ ફ્લેટ, એલેમ્બિક રોડ) (2) સુધીર રાજેશ્વરભાઇ દૂબે (રહે.સીકોતર ધામ સોસાયટી, કરોડિયા રોડ) તથા (3) પૃથ્વી રમણભાઇ પટેલ (રહે.પાર્શ્વનાથ ફ્લેટ, ન્યુ આઇ.પી.સી.એલ. રોડ, સુભાનપુરા) ની સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.