અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
Ahmedabad News : રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતાં અમદાવાદની સાબરમતી નદી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના ધોળકાના કોદારીયાપુરા ગામ ખાતે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા કોદારીયાપુરા ગામના બે લોકો તથા ખેડાના ઘરોડા ગામના એક વ્યક્તિનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા મંગાભાઈ ખોડાભાઈ તથા તેમના પત્ની પુરીબેન મંગાભાઈ અને એક ખેડાના ધરોડા ગામના વ્યક્તિનું હેલિકોપ્ટરથી રેસક્યુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર
સ્થાનિક ફોટોગ્રાફર દ્વારા ડ્રોન ઉડાડી અને તપાસ કરવા આવી હતી કે, આ લોકો નદીના પાણીમાં ફસાયા હતા. સમગ્ર મામલે પછી તંત્રને જાણ કરવામાં આવી હતી અને હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.