Get The App

કલાલી નજીકના સ્પા સેન્ટરમાં દારૂની મહેફિલ માણતા સંચાલક સહિત ત્રણ ઝડપાયા

Updated: Mar 1st, 2022

GS TEAM

Google News
Google News
કલાલી નજીકના સ્પા સેન્ટરમાં દારૂની મહેફિલ માણતા સંચાલક સહિત ત્રણ ઝડપાયા 1 - image

વડોદરા, તા. 01 માર્ચ 

વડોદરાના અટલાદરા કલાલી વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટર માં દારૂની મહેફિલ ચાલતી હતી તે વખતે પોલીસે દરોડો પાડતા ત્રણ જણા ઝડપાઈ ગયા હતા.

સિગનેટ હબ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચોથે માળે આવેલા સ્પા હબ માં મોડી સાંજે દારૂની મહેફિલ જામી હોવાની વિગતો મળતાં જે.પી.રોડ પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસે સ્પા ના સંચાલક જય રાજુભાઈ ભટ્ટી (અનંત સ્વાગતમ્ ડુપ્લેક્સ, બિલ રોડ,વડોદરા) તેમજ ખાનગી નોકરી કરતા શિરીષ નટુભાઈ પારેખ (શીષલ એપાર્ટમેન્ટ વાસણા રોડ) અને સમીર કંચનભાઈ અમીન (આત્મીય હેરિટેજ એપાર્ટમેન્ટ,જાંબુઆ રોડ, મકરપુરા) ને ઝડપી પાડી દારૂ ની અડધી બોટલ, ગ્લાસ, નાસ્તાનાં પેકેટ અને 3 મોબાઈલ કબજે કર્યા હતા.