Gujarat
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા
By GS TEAM
1 Aug 20251 min read

નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
અગાઉ કરેલી ફરિયાદની દાઝ રાખી સિમેન્ટના બ્લોક વડે માર માર્યો હતો
ભાવનગર: ભાવનગર ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર અગાઉ કરેલી પોલીસ ફરિયાદની દાઝ રાખી ચાર ઈસમોએ સિમેન્ટના બ્લોક વડે હુમલા કરી ઈજા પહોચાડી હતી. આ બનાવમાં નિલમબાગ પોલીસે ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી નીતિનભાઈ બાબુભાઈ રાઠોડે નિલમબાગ પોલીસ મથકમાં હરેશ રાઠોડ, રાકેશ રાઠોડ, ભાવેશ રાઠોડ અને મનોજ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉક્ત લોકોના વિરૂદ્ધમાં તેમણે નિલમબાગ પોલીસમાં ફરિયાદ કરી હોવાની દાઝે ઉક્ત લોકોએ ગત રોજ સવારે ૧૦.૩૦ કલાકના અરસામાં અપશબ્દો કહી ઢીકાપાટું અને સિમેન્ટના બ્લોક વડે માર માર્યો હતો. આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસે હરેશ રાઠોડ, રાકેશ રાઠોડ,મનોજ રાઠોડને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.








