Get The App

૨૪ કલાકમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા

શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૫

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News

 ૨૪ કલાકમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા 1 - imageવડોદરા,ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ ૧૫૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે  પૈકી ત્રણના  રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોરોનાના નવા આવેલા કેસ મુજમહુડા, ફતેપુરા અને સમા વિસ્તારમાં રિપોર્ટ થયા છે. જેમાં બે સિનિયર સિટિઝનનો સમાવેશ થાય છે. કોરોનાના કુલ ૨૫ કેસ હાલ વડોદરામાં એક્ટિવ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. એકપણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. કોરોનાના સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં ૧૨ અને સૌથી ઓછો એક કેસ દક્ષિણ વિસ્તારમાં નોંધાયો છે. 

Tags :