સુરતમાં 18 થી 45 વર્ષની વયના વધુ ત્રણના એકાએક મોત
- ભરીમાતા રોડ ફુલવાડીમાં, કતારગામના એમ્બ્રોઇડરી યુનિટમાં, ઉધના રોડ પર પગપાળા જતા આધેડ ઢળી પડયા
સુરત,:
સુરત શહેરમાં
લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા
છે. ચોકબજારમાં દરગાહમાં ૧૮ વર્ષીય યુવાન, કતારગામમાં એમ્બ્રોઇડરી ખાતામાં ૩૩ વર્ષીય
યુવાન અને ઉધના રોડ પર ૪૫ વર્ષીય આઘેડની અચાનક તબિયત બગડતા બેભાન થયા બાદ મોત થયા હતા.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ચોકબજારમાં ભરીમાતા રોડ ફુલવાડી ખાતે રિવરવ્યુ સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષીય ચોકબજારમાં શાબરીનગર દરગાહમાં સફાઇ કરતો હતો. તે સમયે અચાનક તેની તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
બીજા બનાવમાં કતારગામ ન્યુ જી.આઇ.ડી.સીમાં એમ્બ્રોઇડરી ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો ૩૩ વર્ષીય રવિન્દ્ર મનુ મુદુલી આજે સવારે ત્યાં ઓફિસમાં સુતેલો હતો. જોકે તેના મિત્રને જગાડવા જતા નહી જાગતા મિત્રો સિવિલમાં લઇ આવ્યા હતા. પણ મૃત જાહેર કરાયો હતો. તે મુળ ઓરીસ્સામાં ગંજામનો વતની હતો. તેને એક ભાઇ અને ચાર બહેન છે.
ત્રીજા બનાવમાં પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના કાનુ દેવવાની બહેરા આજે સવારે સંબંધી સાથે પગપાળા કામ અર્થે જતા હતા. તે સમયે પાંડેસરા રોડ શ્રીજી હોસ્પિટલ પાસે કાનુની અચાનક બેભાન થઈ જતા ૧૦૮માં સિવિલ ખસેડાયા હતા. પણ ડોકટરે મૃત જાહેર કર્યા હતા. તે મજુરી કામ કરતા હતા.