તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે
બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ તથા મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી ટ્રેનો વડોદરા સ્ટેશને રોકાશે

તહેવારો નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ અને સાબરમતી- હરિદ્વાર વચ્ચે પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો હતો.
મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 92 ફેરા રહેશે. મુંબઈ સેન્ટ્રલ- શકુર બસ્તી મુંબઈ સેન્ટ્રલથી દરરોજ સવારે 10:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 8 કલાકે શકુર બસ્તી પહોંચશે. આ ટ્રેન 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી કાર્યરત રહે છે. તેવી જ રીતે શકુર બસ્તી - મુંબઈ શકુરબસ્તીથી દરરોજ સવારે 10:15 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 10:30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી ,વલસાડ, ભરૂચ, વડોદરા, કોટા, ગંગાપુર સીટી, મથુરા, દિલ્લી સફદરજંગ સહિતના સ્ટેશનો પર રોકાશે. તેમજ બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 10 ફેરા રહેશે. બાંદ્રા ટર્મિનસ- ગાંધીધામ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 1:30 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 14 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ગાંધીધામ- બાંદ્રા ટર્મિનસ દર સોમવારે ગાંધીધામથી રાત્રે 8:20 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 9:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 13 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી ,સુરત, વડોદરા, અમદાવાદ, સામાખ્યાલી સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત સાબરમતી - હરિદ્વાર વચ્ચે દોડનારી સાપ્તાહિક એસી સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે. આ ટ્રેન 16 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કાર્યરત રહેશે.
અલીરાજપુર - પ્રતાપનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
વડોદરા મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની સમયસરતામાં સુધારો કરવા માટે અલીરાજપુર તથા પ્રતાપનગર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રતાપનગર - છુછાપૂરા સ્ટેશનોની વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે તેવી રેલ્વે વિભાગની અપીલ છે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો રેલ્વેની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.