Get The App

કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરના વધુ ત્રણ સાગરીતો ઝડપાયા

બિલ્ડરના કાકા સસરા પર છૂટ્ટી સાયકલ ફેંકનાર ૧૬ વર્ષનો કિશોર પણ પકડાયો

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરના વધુ ત્રણ સાગરીતો ઝડપાયા 1 - image

 વડોદરા,છાણી વિસ્તારમાં રહેતા કાકાસસરાના ઘરે મોડી રાતે સાગરીતો સાથે ધસી જઇ હુમલો કરવાના ગુનામાં સામેલ બિલ્ડર ધવલ ઠક્કર હજી ફરાર છે. આ ગુનામાં સામેલ વધુ ત્રણ  હુમલાખોરોેેને છાણી પોલીસે ઝડપી પાડયા છે. આ ગુનામાં પોલીસે અત્યારસુધી કુલ ૯ ને ઝડપી પાડયા છે. 

છાણીના ગોદામા પેટ્રોલપંપ પાસે રહેતા અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ ઠક્કર ગત ૨૬ મી તારીખે ઘરની બહાર ખાટલા પર સૂતા હતા. તે દરમિયાન તેમનો ભત્રીજો જમાઇ બિલ્ડર ધવલ ઠક્કર કાર અને બાઇક પર તેના સાગીરતો સાથે ધસી આવ્યો હતો. જગદીશભાઇ ઠક્કર પર તેણે ડંડા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ  અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ગુનો દાખલ થયા પછી નાસતા ફરતા ધવલ ઠક્કરે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. જે હજી  પેન્ડિંગ છે. દરમિયાન છાણી પોલીસે આ ગુનામાં સામેલ કાર્તિક અરવિંદભાઇ દરબાર, મિહિર દિપકભાઇ રાણા તથા એક સગીર ( ત્રણેય  રહે. છાણી) ને ઝડપી પાડયા છે. 

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી  છે કે, ગુનો આચર્યા  પહેલા તેઓ છાણી વિસ્તારની એક બિલ્ડિંગ પાસે ભેગા થયા હતા. આપણે ઝઘડો થયો છે. તેવું કહીને ધવલ ઠક્કર તેઓને લઇ ગયો હતો. તેઓએ જગદીશભાઇ ઠક્કર પર હુમલો કર્યો હતો. જગદીશભાઇ ઠક્કર પર છૂટ્ટી સાયકલ ૧૬ વર્ષના કિશોરે  ફેંકી  હતી. જેના કારણે તેઓને માથામાં ઇજા  પહોંચી હતી. આ ગુનામાં હજી મુખ્ય સૂત્રધાર સહિત ૬ ને પકડવાના બાકી છે.

Tags :