Get The App

ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ્વારા દરખાસ્ત

અમદાવાદમાં વૃક્ષ ગણતરીની કામગીરી અપાયા પછી હજુ સુધી ૧.૪૦ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરી શકાઈ છે

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ત્રીસ લાખ રોપાં,વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં  હવે ૪૦ લાખ રોપાં-વૃક્ષ રોપવાં મ્યુનિ.તંત્ર-શાસકો દ્વારા દરખાસ્ત 1 - image


અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ગત વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં ત્રીસ લાખ રોપાં-વૃક્ષો રોપ્યા હતા. રોપાયેલા રોપાં કે વૃક્ષ હજુ પુરા ઉગ્યા નથી તેમ છતાં હવે ૪૦ લાખ રોપાં રોપવા મ્યુનિ.તંત્ર અને શાસકો દરખાસ્ત લાવ્યા છે. એક વર્ષના સમયમાં અમદાવાદમાં આવેલા વૃક્ષોની ગણતરીની કામગીરી અપાઈ હતી. ટ્રી સેન્સસની કામગીરી માટે પ્રતિ વૃક્ષ રુપિયા આઠના દરથી એજન્સીને રકમ ચૂકવવાની થશે.હજુ સુધી માત્ર ૧.૪૦ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરી શકાઈ છે.મ્યુનિ.તંત્ર અને શાસકપક્ષના હોદ્દેદારો કબૂલ કરે છે કે, રોપવામાં આવતા રોપાં કે વૃક્ષો પૈકી ૬૦ ટકા જ જીવીત રહે છે. આમ છતાં ફરી એક વખત ૪૦ લાખ રોપા રોપવા આજે મળનારી રિક્રીએશન કમિટીની બેઠકમાં મંજૂરી અપાશે.

વર્ષ-૨૦૧૧માં થયેલી ગણતરી મુજબ શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૬ ટકા હતો.જે પછી શાસકો તરફથી  શહેરનો ગ્રીન કવર એરીયા ૧૨ ટકાથી વધારીને ૧૫ ટકા સુધી પહોંચાડવાની જાહેરાત કરાઈ હતી.ત્રણ વર્ષમાં વાવવામાં આવેલા ૭૦ લાખથી વધુ રોપાં પૈકી ૨૪ લાખથી વધુ રોપાં કરમાઈ  ગયા છે.શહેરમાં વર્ષ-૨૦૨૪-૨૫માં  ચોમાસાના સો દિવસમાં ત્રીસ લાખ રોપા-વૃક્ષનું વાવેતર કરવા  રુપિયા ૩૪ કરોડનો ખર્ચ કરાયો હતો.ટ્રી સેન્સસ કામગીરીમાં વૃક્ષના જી.પી.એસ.લોકેશન ઉપરાંત તેની ઉંમર,ઉપયોગીતા સહિતની માહિતી સરળતાથી મળી રહેશે એવો દાવો  તંત્ર દ્વારા કરાઈ રહયો છે.

રોપાં રોપવાં કયા વર્ષમાં કેટલો ખર્ચ કરાયો?

વર્ષ            રોપાંની સંખ્યા (લાખ)  કુલ ખર્ચ(કરોડમાં)

૨૦૨૨-૨૩     ૨૦.૭૫                   ૧૭.૧૭

૨૦૨૩-૨૪     ૨૦.૦૫                  ૨૦.૩૩

૨૦૨૪-૨૫     ૩૦.૧૩                  ૨૮.૭૧

કુલ             ૭૦.૯૪                  ૬૬.૨૧

પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિ.એ આઠ હજારથી વધુ વૃક્ષ કાપવા મંજૂરી આપી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે પોષતું તે મારતુ ઉકિત સાર્થક સાબિત થઈ છે.મિશન મિલીયન ટ્રી અભિયાન અંતર્ગત કરોડો રુપિયાનો ખર્ચ કરી રોપા રોપવામાં આવે છે.બીજી તરફ મ્યુનિ.તંત્રે જ પાંચ વર્ષમાં આઠ હજારથી વધુ વૃક્ષ કાપવા મંજૂરી આપીહતી. ઉપરાંત પાંચ વર્ષમાં શહેરમાં મંજૂરી વગર વૃક્ષ કાપવા બદલ તંત્ર તરફથી ૨૭૪ નોટિસ ગેરકાયદે વૃક્ષ કાપનારાને આપવામાં આવી હતી.

પાંચ વર્ષમાં કેટલા વૃક્ષ કાપવા મંજૂરી અપાઈ

વર્ષ            વૃક્ષની સંખ્યા   નોટિસ અપાઈ

૨૦૧૭-૧૮     ૧૦૬૮         ૫૮

૨૦૧૮-૧૯     ૨૨૪૩         ૪૧

૨૦૧૯-૨૦     ૩૧૪૩         ૨૬

૨૦૨૦-૨૧     ૧૦૦૩         ૪૯

૨૦૨૧-૨૨     ૮૭૧           ૧૦૦

છ  વર્ષમાં કયારે કેટલા રોપાં રોપાયા

વર્ષ            રોપાંની સંખ્યા

૨૦૧૮-૧૯     ૮૪૮૪૯

૨૦૧૯-૨૦     ૧૧,૫૮,૩૮૭

૨૦૨૦-૨૧     ૧૦,૧૩,૮૫૬

૨૦૨૧-૨૨     ૧૨,૮૨,૦૧૪

૨૦૨૨-૨૩     ૨૦,૭૫,૪૩૧

૨૦૨૩-૨૪     ૨૦,૦૫,૭૯૫

Tags :