Get The App

ધ્રોલ નજીક વાગુદડ પાસેથી ઇકો કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડાયા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ધ્રોલ નજીક વાગુદડ પાસેથી ઇકો કાર મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડી રહેલા ત્રણ પરપ્રાંતિય શખ્સો પકડાયા 1 - image


Jamnagar Liquor Crime : જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાગુદડ ગામના પાટીયા પાસેથી એક ઇકો કારમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ધ્રોળની પોલીસ ટુકડીએ વોચ ગોઠવી દરોડો પાડયો હતો. 

જે દરોડા દરમિયાન ત્યાંથી જી.જે. 10 સી.જી. 3529 નંબરની ઇકો કાર પસાર થતાં પોલીસે તેને આંતરી લીધી હતી, અને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન કારમાંથી 220 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા 2,58,800 ની માલમતા કબજે કરી લીધી હતી. 

આ ઉપરાંત કારની અંદર બેઠેલા ત્રણ પરપ્રાંતીય શખ્સો નિલેશ રણસિંહ બામણીયા, મેરુન નરશીગભાઈ બામણીયા, તેમજ અરવિંદ રૂપસિંહ પસાયાની અટકાયત કરી લઈ ત્રણેયની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી છે.

Tags :