યુવતી સાથે કેમ વાત કરો છો,કહી ત્રણ શખ્સનો યુવાન પર હુમલો
શહેરના કું.વાડામાં રાંદલનગરમાં બન્યો બનાવ
ઘર બહાર બેસેલાં યુવાન પાસે બાઈક પર ધસી આવેલાં ત્રણ શખ્સે પાઈપ વડે હુમલો કરી મુંઢ ઈજા કરીઃ યુવાનને ગંભીર ઈજા
શહેરના કુંભારવાડા નારી રોડ આઇપીસીએલની બાજુમાં આવેલ રાંદલનગર મફતનગર ખાતે રહેતા મંથનભાઈ જગદીશભાઈ ચૌહાણ ગત રાત્રિના સુમારે ઘરની બહાર બેઠાં હતા. તે દરમ્યાન કુંભારવાડા અવેડા ખાતે રેહતો ત્વિક,તેનો ભાઈ લાલો તથા સુરો એમ ત્રણેય જણા મોટરસાયકલ પર ધસી આવ્યા હતા. જયાં ત્વિકે મંથનને તું યુવતી સાથે કેમ વાત કરે છો તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. જો કે, મંથનકોઈ સાથે વાત કરતો ન હોવાનું જણાવતાં તેની દાઝ રાખી ત્રણેય શખ્સે મથનને ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી.ગંભીર હાલતે મંથનને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં મંથને ઉક્ત ૬ણેય શખ્સ વિરૂદ્ધ બોરતળાવ પોલીસમાં માર મારી ધમકી અને ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.