૨૦ લાખની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સનો વૃદ્વ દંપતિ પર હુમલો
આસ્થા તપોવન સોસાયટીમાં રાત્રે બઘડાટી બોલી
ઘરમાં ઘૂસીને દિકરાને શોધતા આરોપીઓને માતાએ રોકતા છરી વિંઝી ઇજા પહોંચાડી ઃ પિતાને ગડદાપાટુનો માર માર્યો
અમીયાપુર ગામમાં તપોવન સર્કલ પાસેની સોસાયટીમાં રહેતા
કાળીબેન કાનજીભાઇ દેસાઇ નામના ૭૦ વષય વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે
સાબરમતી વિસ્તારમાં વિસત પેટ્રોલ પમ્પ પાસે સનરાઇઝ સોસાયટીમાં રહેતા વિશાલ દેસાઇ, આનંદ દેસાઇ અને
ચેતન દેસાઇના નામ દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વૃદ્ધાનો દિકરો વેદાંત
રીઅલ એસ્ટેટનું કામ કરે છે. બનાવ સમયે વૃદ્ધાના
પતિ ફ્લેટમાંથી બાહર ગયા હતાં. જ્યારે દિકરો વેદાંત તપોવન સર્કલ ગયો હતો.
રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં આરોપીઓ ઘરમાં ઘુસી આવ્યા હતાં અને તમારો દિકરો વેદાંત
ક્યાં છે, અમારા
પૈસા પાછા આપતો નથી. તે બહાર ગયો હોવાનું કહેતા આરોપીઓ બુમો પાડવા લાગ્યા હતાં અને
રૃપિયા ૨૦ લાખ લઇ ગયો છે,
તે પાછા આપતો નથી. તેમ કહીને ઘરમાં શોધવા લાગ્યા હતાં. તેમને રોકવાનો પ્રાયસ
કરતાં ઝપાઝપી કરીને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતાં.
જ્યારે આરોપી આનંદ
દેસાઇએ છરી વિંઝતા વૃદ્દાને ડાબા હાથની ટચલી આંગળીમાં લાગી જતાં લોહી નીકળવા
લાગતાં વૃદ્ધાએ બુમરાણ મચાવી હતી. જેના પગલે પાડોશીઓ ભેગા થઇ જતાં આરોપીઓએ જતાં
જતાં વેદાંત પૈસા પાછા નહીં આપેતો તેને મારી નાંખવાની ધમકી આપી હતી. તેઓ નીચે
ઉતરતા હતાં ત્યારે વૃદ્ધાના પતિ સામે મળી જતાં તેને પણ ગડદા પાટુનો માર મારી
ગાડીમાં બેસીને નાસી ગયા હતાં. દરમિયાન કોઇએ ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતા આવેલી
ગાડીમાં બેસીને વૃદ્ધાએ પોલીસ સ્ટેશન જઇ ફરિયાદ નોંધાવી હતી.