રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા

- મૃતકના પત્નીએ ઉમરાળા પોલીસમાં 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- માસીના દીકરાની પત્નીને વતનમાંથી મજૂરી માટે લાવ્યો હોવાની દાઝ રાખી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે ડામા ડોળ થઈ હોય તેમ શહેર જિલ્લામાં મારા મારી શરીર સંબંધી ગુના અને લૂંટ હત્યા જેવી ઘટનાઓ છાસવારે બની રહી છે. પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ સામાજિક તત્વો ગુના આચરવામાં જરા પણ પાછી પાની કરતા નથી તેવામાં વધુએક હત્યાનો બનાવ ઉમરાળા પંથકમાં બનવા પામ્યો છે.જેમાં મૂળ પંચમહાલના વતની અને હાલ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ચિમનભાઈ હરિભાઈ નાયક ( ઉ.વ ૩૫ ) ત્રણેક મહિના પહેલા દિલીપ લક્ષ્મણભાઈ નાયકના પત્ની સવિતાને મજુરી કામ કરવા રંઘોળા લાવ્યા હતા. જે દિલીપને સારૂ નહી લાગતા દિલીપ તથા બે અજાણ્યા ઇસમ ગત રાત્રીના એક વાગ્યે પતિ પત્ની એડા ખંખેરતા હતા.તે વખતે ચિમનભાઈના માસીના દિકરો દિલીપ તથા બે અજાણ્યા ઇસમ અચાનક આવીને પથ્થરના ઘા કરવા લાગ્યા હતા. જેથી પથ્થરના ઘા કરવાની ના પાડતા દિલીપ તથા બે અજાણ્યા ઇસમ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા.ચિમનભાઈને લાકડી વડે માથાની પાછળના ભાગે તથા કપાળની ઉપર માથાના ભાગે માર મારી ઈજા પહોચાડી ગળામાં દોરી વડે ગળુ દબાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા ચિમનભાઈને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની કૈલાશબેને ત્રણ શખ્સ વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પત્ની કૈલાસબેન આખી રાત બોરડીની વાડીમાં બેસી રહ્યા
રંઘોળા ગામની વાડી દિલીપ અને બે અજાણ્યા ઇસમ પતિ ચિમનભાઈ અને પત્ની કૈલાસબેન પર પથ્થરના ઘા કરી લાકડી લઈને મારવા દોડતા કૈલાસબેન ડરીને બોરડીની વાડીમાં જતા રહ્યા હતા.અને પતિ ચિમનભાઈ દોડીને કયા જતા રહ્યા હતા.કૈલાસબેન સવારના આંઠ વાગ્યા સુધી બેસી રહ્યા હતા.









