દસાડાના પાડીવાળામાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો
ખેતરમાં ચાલવાની ના પાડતા
માથામાં લાકડી મારતા ઇજા ઃ મહિલા સહિત ત્રણ શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર - દસાડા તાલુકાના પાડીવાળા ગામે ખેતરમાં ચાલવા બાબતે ત્રણ શખ્સોએ એકસંપ થઈ લાકડી વડે મારમારી ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી જે અંગે એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
દસાડાના પાડીવાળા ગામે રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ ફતેપરાના ખેતરમાં હેમાભાઈ ઠાકોરના ખેતરમાં જવાનો રસ્તો ન હોવા છતાં તેઓ વિષ્ણુભાઈના ખેતરમાંથી ચાલતા હતા. વિષ્ણુભાઈએ હેમાભાઇને તેમના ખેતરમાં ચાલવાની ના પાડતા તેની દાઝ રાખી હેમાભાઇ સહિતનાઓ એકસંપ થઈ વિષ્ણુભાઇને માથામાં લાકડી તેમજ ઢીકા-પાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે વિષ્ણુભાઇએ (૧) હેમાભાઈ ભાવાભાઈ ઠાકોર (૨) ભોલાભાઈ પલાભાઈ ઠાકોર અને (૩) રમીબેન હેમાભાઈ ઠાકોર (ત્રણેય રહે.પાડીવાળા) સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.