Gujarat

વડોદરામાં રથયાત્રા ફરતે થ્રી લેયર બંદોબસ્ત, ડ્રોન થી નીગરાણી

By GS TEAM
27 Jun 20251 min read
વડોદરામાં રથયાત્રા ફરતે થ્રી લેયર બંદોબસ્ત, ડ્રોન થી નીગરાણી

 વડોદરાઃ વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પોલીસના સજ્જડ  બંદોબસ્તને કારણે છેક સુધી વ્યવસ્થા જળવાઇ હતી.

ઇસ્કોન દ્વારા કાઢવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય  બનાવ ના બને તે માટે શહેર પોલીસ કમિશનરે ૩હજાર થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દીધો હતો.

રથયાત્રાને થ્રી લેયરનો બંદોબસ્ત અપાયો હતો અને એક વાહન પર ખાસ પ્રકારના કેમેરાથી આગળ અને પાછળના રેકોર્ડિંગ કરવામાં આવતા હતા.ડ્રોન થી પણ યાત્રા પર સતત નીગરાણી રાખવામાં આવી હતી.કેટલાક સ્થળોએ રથ પસાર થાય તે દરમિયાન ગલીઓમાં ટ્રાફિક જામ થયાના કિસ્સા બન્યા હતા.