Get The App

દારૂની 1115 બોટલ સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
દારૂની 1115 બોટલ સાથે એક મહિલા સહિત ત્રણ ઝડપાયા 1 - image

શહેરના મંત્રેશથી અખીલેશ સર્કલ જતાં રસ્તેથી

સોનગઢના શખ્સે મંગાવેલો દારૂ લઈ જવાઈ રહ્યો હતો, પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ રૂ.૧૦.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર: શહેરના મંત્રેશ કોમ્પ્લેક્સ તરફથી અખીલેશ સર્કલ તરફ જતાં રસ્તેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બાતમીના આધારે વેચાણઅર્થે લાવવામાં આવી રહેલી વિદેશી દારૂની ૧૧૧૫ બોટલ સાથે એક મહિલા સહિત કુલ ત્રણ શખ્સોને કુલ રૂ.૧૦.૮૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ચાર શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

શહેરના રિંગરોડથી મંત્રેશ કોમ્પ્લેક્સ થઈ અખીલેશ સર્કલ તરફ ઈગ્લિંશ દારૂનો જથ્થો ભરીને એક કાર જતી હોવાની અને અન્ય એક કાર દ્વારા પાયલોટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ગતમોડી રાત્રિના પેરોલ ફર્લો સ્ક્વોર્ડને બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વોચ ગોઠળી હતી. જે દરમિયાન જીજે-૦૮-બીએસ-૮૫૯૬ અને યુપી-૧૬-એસી-૭૭૦૪ નંબરની કાર અટાવી તલાશી લેતા યુપી-૧૬-એસી-૭૭૦૪ નંબરની કારની ડિકીમાંથી રૂ.૨,૭૧,૭૨૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૧૧૫ બોટલ કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૧૦,૮૮,૭૨૦ના મુદ્દામાલ સાથે નરેશ ઉર્ફે નરીયો હિંમતભાઈ પાટડીયા (રહે.માર્કેટિંગ યાર્ડ પાસે, ભાવનગર) અને જયભગવાન રાજન સોનુ (રહે. રોહતક)ને ઝડપી લીધાં હતા. જ્યારે કનિકા ભૈરવદત્ત જોષી (હાલ રહે. દિલ્હી, મુળ રહે.હલ્દાની, ઉત્તરાખંડ)ને રાત્રિનો સમય હોવાથી સવારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ઓફિસે હાજર રહેવા સમજ કર્યાં બાદ પકડાયેલા ઈસમ નરેશને દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા દારૂનો આ જથ્થો મહેશ ઉર્ફે મયલો ધરમશીભાઈ પરમાર (રહે.સોનગઢ)એ મંગાવ્યો હતો અને તેને પાયલોટિંગ કરી જ્યાં કહે ત્યાં પહોંચાડવા જણાવ્યું હતું. આ મામલે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઘોઘા રોડ પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.