Gujarat
વડોદરામાં ત્રણ સ્થળે આગના બનાવ,નિઝામપુરાના ગેરેજમાં આગ
By GS Team
9 Nov 20211 min read
This article was originally published on 9 Nov 2021

વડોદરાઃ શહેરમાં ગઇકાલે રાતથી આજે બપોર સુધીમાં આગ લાગવાના જુદાજુદા ત્રણ બનાવો બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
નિઝામપુરા વિસ્તારમાં ડ્રગ્સ લેબોરેટરી પાછળ એક ગેરેજમાં સવારે આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.જો કે આગનું કારણ અને નુકસાન અંગે કોઇ વિગતો જણાવાઇ નથી.
અન્ય એક બનાવમાં વાસણારોડ વિસ્તારની ત્રિભુવન પાર્ક સોસાયટી ખાતે એક મકાનમાં આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું.જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ નથી.હરણી-વારસીયા રિંગરોડ ખાતે બિલિપત્ર કોમ્પ્લેક્સના મીટરોમાં પણ ધડાકા સાથે આગ લાગતાં લોકો ભેગા થઇ ગયા હતા.




