Gujarat

શહેરમાં ત્રણ અકસ્માતઃઅલકાપુરીમાં વાને વાહનોને અડફેટમાં લીધા,અટલ બ્રિજ પર પીધેલાએ ડિવાઇડર પર કાર ચડાવી

By GS TEAM
16 Jan 20261 min read
શહેરમાં ત્રણ અકસ્માતઃઅલકાપુરીમાં વાને વાહનોને અડફેટમાં લીધા,અટલ બ્રિજ પર પીધેલાએ ડિવાઇડર પર કાર ચડાવી

વડોદરાઃ શહેરમાં અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવ બન્યા હતા.જેમાં એક  બનાવમાં ફરિયાદ નોંધાઇ છે.જ્યારે બાકીના બનાવમાં હજી ફરિયાદ નોંધાઇ નથી.

અલકાપુરી તરફથી બપોરે આવી રહેલી વાનના ડ્રાઇવરને ચક્કર આવતાં તેણે બે થી ત્રણ ટુવ્હીલરને ટક્કર મારી હતી.જો કે આ બનાવમાં કોઇને ઇજા થઇ નહતી અને વાન ચાલકને અકોટા પોલીસ સ્ટેશને લઇ જવાતાં સ્કૂટર ચાલક સાથે સમાધાન થઇ ગયું હતું.

આવી જ રીતે ખિસકોલી સર્કલ પાસે કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતના  બનાવનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં બંને વાહનના ચાલકો વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે.જો કે આ બનાવમાં પણ પોલીસ ફરિયાદની માહિતી નથી.

તો વહેલી સવારે પાંચ વાગે અટલ બ્રિજ ઉતરતાં જીઇબી કોલોની પાસે એક કાર ડિવાઇડર સાથે ભટકાઇને બંધ પડી ગઇ હતી અને તેનો ચાલક બાજુમાં બકવાસ કરી રહ્યો હતો.જેથી ગોત્રી પોલીસે તપાસતાં કાર ચાલકનું નામ ઇશાંત રાજેશભાઇ સોની (વૈકુંઠ સોસાયટી,હરણી એરપોર્ટ પાછળ) હોવાનું જાણવા મળ્યું હતું.કાર ચાલક દારૃના નશામાં હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.