Get The App

દારૂની હેરાફેરી માટે બૂટલેગરોનો કીમિયો : વડોદરામાં સ્કુલ બેગમાં દારૂનો જથ્થો ભરી લઈ જતી ત્રણ બાળકીઓ ઝડપાઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
દારૂની હેરાફેરી માટે બૂટલેગરોનો કીમિયો : વડોદરામાં સ્કુલ બેગમાં દારૂનો જથ્થો ભરી લઈ જતી ત્રણ બાળકીઓ ઝડપાઈ 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા નજીક સ્કુલ બેગમાં દારૂનો જથ્થો ભરી લઈ જતી મધ્યપ્રદેશની ત્રણ સગીરાઓને કપૂરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 કપૂરાઈ પોલીસ ટીમના જવાનો ગઈકાલે હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે સાંજે 5 વાગ્યાની આસપાસ ચોક્કસ બાતમી મળી હતી કે, સોમા તળાવ ચાર રસ્તા ખાતે ત્રણ બાળકીઓ સ્કુલ બેગમાં દારૂ લઈને ઊભી છે. જેથી પોલીસે સંજીવની હોસ્પિટલ નજીક બાતમી મુજબની 15 થી 16 વર્ષની ઉંમર ધરાવતી ત્રણ બાળકીઓને રોકી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય બાળકીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરની હોવાનું સામે આવ્યું હતું. તેમની પાસે રહેલ સ્કૂલ બેગોની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.7500ની કિંમત ધરાવતા દારૂના 75 નંગ ક્વાટરીયા કબ્જે કરી કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. તેમજ સૂર્યાસ્તનો સમય હોવાથી બાળકીઓને અટક ન કરી તપાસ કરનાર અમલદાર સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

Tags :