જામનગરના સિક્કામાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા
Jamnagar : જામનગર તાલુકાના સિક્કા ગામમાં પોલીસે ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ત્રણ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ગઈકાલે સિક્કા મોતી બંગલા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા તેજકરણ દોસુભાઈ સોમાત, ગફારભાઈ આમદભાઈ બોલીમ તેમજ સાગરદાન માતરાભાઈ સોમાત વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 13,350 થી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.