Get The App

અલથાણમાં બાઇકને રિક્ષાએ ટક્કર મારતા ત્રણ મિત્રોને ઈજા, એકનું મોત

Updated: Dec 26th, 2021

GS TEAM


Google News
Google News
અલથાણમાં બાઇકને રિક્ષાએ ટક્કર મારતા ત્રણ મિત્રોને ઈજા, એકનું મોત 1 - image


પ્રતિનિધિ દ્વારા સુરત, રવિવાર

અલથાણ ગાર્ડન પાસે શનિવારે સાંજે બાઇકને રિક્ષા ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા ત્રણ મિત્રો પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પાંડેસરામાં આવેલા અપેક્ષા નગરમાં રહેતો 29 વર્ષીય આકાશ મુરલીધર શર્મા તથા તેનો મિત્ર બબુલ સાથે બાઈકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા. તે રોડ પરથી પસાર થતા તેમના મિત્રો ગણેશ શર્મા (ઉ - વ- ભટાર રોડ) પણ તેમની સાથે બાઈક પર બેસીને જતા હતા. ત્યારે અલથાણ ગાર્ડન નજીક ખારી બ્રિજ પાસે રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આકાશને ગંભીર ઇજા થઇ અને તેમના બે મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. ત્રણે મિત્રોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આકાશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આકાશ મૂળ ઉત્તર પ્રદેશના મહારાજગંજનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તે હેર સલૂન ની દુકાનમાં કામ કરતો હતો. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.


Tags :