Get The App

નિવૃત્ત શિક્ષિકાના રૂ. 5 લાખના સોનાના ઘરેણાં લઈ નાસી જનાર દંપતી સહિત ત્રણ ઠગો ઝડપાયા , તમામ ઘરેણા રિકવર થયા

પોલીસે સોનાના ઘરેણાં સહિત કુલ રૂ. 6.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ઘરમાં સુખ શાંતિ માટે વૃદ્ધાએ પહેરેલ દાગીના થેલીમાં મુકાવી મહિલા સહિત બે અજાણી વ્યક્તિ દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
નિવૃત્ત શિક્ષિકાના રૂ. 5 લાખના સોનાના ઘરેણાં લઈ નાસી જનાર દંપતી સહિત ત્રણ ઠગો ઝડપાયા , તમામ ઘરેણા રિકવર થયા 1 - image



હરણી વિસ્તારમાં રાત્રે જમીને ચાલવા નીકળેલ નિવૃત્ત શિક્ષિકાને ઘરમાં સુખ શાંતિ માટે પહેરેલ દાગીના થેલીમાં મૂકવાનું જણાવી અજાણ્યા મહિલા અને પુરુષ રૂ.5.19 લાખની કિંમતમાં સોનાના દાગીના લઈ નાસી છૂટવાના હરણી પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ  દંપતી સહિત ત્રણ ઠગોને ક્રાઈમ બ્રાન્ચની ટીમએ  ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હરણી એરપોર્ટ નજીક શિવોહમ રેસીડેન્સીમાં રહેતા 64 વર્ષીય મીનાબેન પંચાલ શિક્ષિકામાંથી નિવૃત્ત થયા હતા. તેઓ ગઇ તા. 11 જૂનના રોજ રાત્રે જમીને ચાલવા માટે નીકળ્યા હતા. બ્રાઇટ શાળાની પાસે એક અજાણ્યો વ્યક્તિ મારી પાસે સરનામું પૂછવાના બહાને આવ્યો  હતો. થોડીવારમાં એક અજાણી મહિલા પણ આવી હતી. મહિલાએ શિક્ષિકા ને કહ્યું હતું કે, "તમારા ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો, પહેરેલ દાગીના કાઢી એક થેલીમાં મૂકી મોતીભાઈ સર્કલ તરફ સ્ટ્રીટ લાઈટના થાંભલા પાસે જઈને આવો." જેથી તેઓએ સોનાની બે બંગડી, સોનાની ચેન તથા વીટી કાઢીને તે મહિલાની થેલીમાં મૂકી સ્ટ્રીટ લાઈટના થાંભલા તરફ ચાલતા જઈ પાછળ જોતા બંને વ્યક્તિઓ ફરાર થઈ ગઈ હતી. આ ગુનાની તપાસમાં  પાણીગેટની ગૌરવ સોસાયટી પાસેથી શંકાસ્પદ રીક્ષામાંથી ચાલક શાહનવાઝ ફિરોજભાઈ શેખ (રહે- સંજયનગર ઝુપડપટ્ટી, દિનેશ મીલ/ મૂળ રહે-  મહેમદાબાદ), પાછળ બેસેલ ઈકબાલ કમરૂદ્દીન શેખ તથા સલમા ઈકબાલ શેખ (બંને રહે- સેવાલિયા, ખેડા / મૂળ રહે - સુરત) ને ઝડપી પાડી પૂછતાછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરતા પોલીસે સોનાની બંગડી અને ચેન કબ્જે કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી ચોરીની એક વીટી તથા રોકડા રૂ. 39,200, ઓટોરિક્ષા , ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,68,700નો મુદામાલ કબજે કર્યો હતો. વર્ષ 2022 માં કલોલ સીટી પોલીસ સ્ટેશનને  નોંધાયેલ ગુનામાં પણ દંપતી વોન્ટેડ હોય તે ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.


Tags :