અરવલ્લીમાં બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત, ધનસુરાના અંબાસર નજીક બની ઘટના
ત્રણેય બાઈકસવારના મોતથી અંબાસર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
Road Accident in Arvalli : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે, એવામાં આજે અરવલ્લીમાં અકસ્માતની ઘટના બની છે જેમાં ડમ્પર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો
આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ અરવલ્લીમાં ધનસુરાના અંબાસર નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં બાઈક સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો. પ્રાથમિક જાણકારી મુજબ આ તમામ યુવકો અંબાસરના રહેવાસી હોવાનું જાણાવાયું હતું. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ત્રણેય યુવકોના મોતને લઈ સમગ્ર અંબાસર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.