Gujarat

જામનગરના ચંગામાં લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા ગયેલા ત્રણ પિતરાઈ ભાઈઓને માર મારી હડધૂત કરાયા : ત્રણ સામે ફરિયાદ

By GS TEAM
11 Feb 20261 min read
TukuTouch Logo
ઢોલ વગાડતી વખતે ઘોરમાં એકત્ર થયેલી રકમના છુટા મેળવવા બાબતે ઝઘડો થતાં હુમલો કરીએ હડધૂત કરાયાની ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ચંગામાં લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા ગયેલા ત્રણ પિતરાઈ ભાઈઓને માર મારી હડધૂત કરાયા : ત્રણ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા અને ઢોલ વગાડતા વિરમભાઈ ભોજાભાઇ નામના 40 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના નાનાભાઈ તથા પિતરાઈ ભાઈ ત્રણેયને મારકુટ કરી હડધૂત કરવા અંગે પોતાના ગામના પ્રવીણસિંહ ભીખુભા પિંગળ, ભરતસિંહ કેશુભા અને અજીતસિંહ મઘાજી પિંગળ સામે ફરિયાદ નોંધાવી છે.

પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર ફરિયાદી ત્રણેય પિતરાઈ ભાઈઓ પોતાના ગામમાં એક લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, જ્યાં મહેમાનો દ્વારા ઢોલી પર પૈસા ઉડાડવામાં આવ્યા હતા, જે પૈસા એકત્ર કરીને થેલીમાં રાખ્યા હતા. જેમાંથી છુટા કાઢવાના મામલે પ્રવિણસિંહ ભીખુભાને થઈ હતી અને થેલામાં હાથ નાખીને પૈસા લેવાની ના પાડતાં ઉસ્કેરાઈ જઇ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. ત્રણે આરોપીઓ દ્વારા સમાધાન કરવાના બહાને પાછળથી ઘરે આવી મહિલા સભ્યોને પણ ફરિયાદ નહીં કરવા અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી ઊચારી હતી, જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.