Gujarat

કોરોનાના ત્રણ કેસ ઃ સે-૪માં બે અને રાંદેસણમાં એક કેસ ડિટેક્ટ

By GS TEAM
15 Jun 20251 min read
કોરોનાના ત્રણ કેસ ઃ સે-૪માં બે અને રાંદેસણમાં એક કેસ ડિટેક્ટ

ગત મંગળવાર બાદ ફરી રાહતનો દિવસ

એક વિદ્યાર્થીની અને બન્નેે નોકરિયાત યુવાનને રોગના હળવા લક્ષણો હોવાથી હોમ આઇશોલેટ કરી સારવાર શરૃ કરી દેવાઇ

ગાંધીનગર :  વાઇરલ જેવો વાવર આમ તો શહેર આખામાં જણાય રહ્યો છે. ત્યારે વધુ પડતા તાવના કિસ્સામાં તપાસ કરાવવાનું જરૃરી બની જાય છે. જોકે કોવિડ ૧૯ની વાયરસની નવી લહેરમાં એસીમ્પ્ટોમેટીક દર્દીઓની સંખ્યા વધુ ઉજાગર થતી રહી હોવાથી રાહતનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હાલમાં ડિટેક્ટ થતો વાયરસ પણ હળવો છે. ત્યારે પાટનગરના સેક્ટર ૪માં રહેતાં અને મુંબઇમાં ખાનગી નોકરી કરતા ૪૩ વષય યુવાન, સેક્ટર ૪માં રહેતી ૨૦ વષય વિદ્યાર્થીની અને રાંદેસણમાં રહેતા તથા ખાનગી નોકરી કરતાં ૩૧ વષય યુવાન દ્વારા ખાનગી લેબોરેટરીમાં કરાવવામાં આવેલા કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણે દર્દીઓ પૈકી બન્ને યુવાનોને તાવ અને શરીર દુખવાની ફરિયાદો હતી. જ્યારે યુવતીને તાવની સાથે શરદી થઇ હતી. સરવાળે ત્રણે દર્દીમાં કોરોનાના લક્ષણો હળવા જોવામાં આવ્યા હોવાથી તેમને ઘરે રહીને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેની સાથે જ તેમની સારવાર શરૃ કરવામાં આવી છે.