Gujarat

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી

By GS TEAM
2 Feb 20261 min read
જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી

ધ્રાંગધ્રા હાઈવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઇ

બોલેરો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો ઃ ભેંસોને પાંજરાપોળમાં મુક્ત કરાઈ

ધ્રાંગધ્રા- ધ્રાંગધ્રા હાઈવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઇ છે. જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવતા બોલેરો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જ્યારે ભેંસોને પાંજરાપોળમાં મુક્ત કરાઈ છે.

ધ્રાંગધ્રા હાઈવે પર પશુ તસ્કરી અને ચોરીના બનાવોમાં વધારો થતો હોવાના પગલે જીવદયા પ્રેમીઓ સજાગ બન્યા છે. હરીપર ગામ નજીક મળેલી બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો કારને અટકાવી તપાસ કરતા કારના પાછળના ભાગમાં ૦૩ ભેંસોને ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર ક્રતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી.

આ મામલે કાર ચાલક વિશાલભાઈ રમેશભાઈ બાંભા (રહે. હળવદ)ને ઝડપી લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુ ક્રૂરતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણેય ભેંસોને તાત્કાલિક પાંજરાપોળ ખાતે ખસેડી સુરક્ષિત રાખવામાં આવી છે.