એરપોર્ટ પાસે કાર ચાલકનો મોબાઇલ લૂંટી બાઇક સવાર ત્રણ ફરાર
વડોદરાઃ વડોદરા શહેરમાં અછોડાની જેમ મોબાઇલની લૂંટના પણ બનાવો વધી રહ્યા છે.જે દરમિયાન હરણી પોલીસ સ્ટેશનમાં વધુ એક બનાવ બન્યો છે.
જેમાં લાલબાગ કુંભારવાડા ખાતે રહેતા અને ભાડેથી કાર ફેરવતા શ્યામભાઇ સોનાર તા.૧૨મીએ રાતે સવા નવેક વાગે એરપોર્ટ ગેટ પાસે ઉભા હતા ત્યારે હરણી તરફથી બાઇક પર આવેલા ત્રણ યુવકો પૈકી વચ્ચે બેઠેલા યુવકે તેમના હાથમાંથી મોબાઇલ લૂંટી લીધો હતો.હરણી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે,ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ છે.