Get The App

આદિપુર અને ગાંધીધામમાં બે દરોડામાં 3.67 લાખની કિંમતના દારૂ સાથે ત્રણ ઝડપાયા

Updated: Mar 7th, 2025

GS TEAM

Google News
Google News
આદિપુર અને ગાંધીધામમાં બે દરોડામાં 3.67 લાખની કિંમતના દારૂ સાથે ત્રણ ઝડપાયા 1 - image

આદિપુરમાં બાવળોની ઝાડીમાંથી 191 બોટલો અને ગાંધીધામમાં દારૂની 180 બોટલો ઝડપાઈ 

ગાંધીધામ: આદિપુરનાં વોર્ડ નં ૨ માં આવેલા પાણીનાં પ્લાન્ટ નજીક બાવળોની ઝાડીમાં દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરતા બુટલેગરને પોલીસે ૧.૯૧ લાખની કિંમતની દારૂની ૧૯૨ બોટલો સાથે ઝડપી પાડયો હતો.તો બીજી બાજુ પોલીસે ગાંધીધામનાં સેક્ટર ૫ નજીક બાતમી આધારે બે શખ્સોને સ્કોપઓ કારમાંથી દારૂની ૧૮૦ બોટલો સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે બે આરોપી પાસે દારૂની બોટલો સાથે ત્રણ મોબાઈલ ફોન અને એક કાર સહીત કુલ ૧૧.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમને બાતમી મળી હતી કે, આદિપુરનાં વોર્ડ નં ૨માં રહેતો આરોપી ૪૮ વર્ષીય રાજેશ ઉર્ફે રાજુ સુંદરદાસ ટેકચંદાણી પોતાના રહેણાંક મકાન નજીક જ આવેલા આશાપુરા વોટર સપ્લાય નામનાં પાણીનાં પ્લાન્ટની નજીક બાવળોની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે. જે બાતમી આધારે પોલીસે પ્લાન્ટની બાજુમાં બાવળોની ઝાડી પાસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે આરોપી રાજેશ ઉર્ફે રાજુને ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૯૨ બોટલો જેની કુલ કિંમત રૂ.૧,૯૧,૮૦૮નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.જેમાં પોલીસે આરોપી પાસે તમામ દારૂની બોટલો સાથે એક મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તો બીજી પૂર્વ કચ્છ એલ. સી. બી પોલીસને જ બાતમી મળી હતી કે, મૂળ નાની ખાખર માંડવી હાલે ગાંધીધામનાં ભારતનગરમાં રહેતો રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જીલુભા જાડેજા પોતાના કબ્જાની સ્કોપઓ કારમાં નાની ખાખરથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગાંધીધામનાં ગણેશનગર ખાતે રહેતા ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદેનાં રહેણાંક મકાનમાં ખાલી કરવાનો હોવાની બાતમી આધારે પોલીસે ગાંધીધામનાં સેક્ટર ૫ નજીક આવેલી શનિવારી બજાર નજીક સ્કોપઓ કાર નં જીજે ૩૯ સીએ ૩૨૪૩માં બે રઘુવીરસિંહ અને ગોવિંદ ઉર્ફે ગવલાને  ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ ૧૮૦ બોટલો જેની કુલ કિંમત રૂ. ૧,૭૫,૬૯૨નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં પોલીસે બે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી દારૂની બોટલો સહિત એક કાર અને ત્રણ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧૧,૯૦,૬૯૨નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.