Get The App

જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર 1 - image


- જેસર પોલીસે મોરચુપણા ગામે દરોડો પાડયો

- સિહોર પોલીસે દાદાની વાવ પાસે કારની સીટ નીચે છૂપાવેલી 480 બોટલ કબજે લીધી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે દારૂના બે બનાવોમાં સિહોર અને જેસર પોલીસે દારૂની કુલ ૪૮૬ બોટલ ઝડપી કુલ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેસરના મોરચુપણા ગામના બસ સ્ટેન્ડ પાસે જેસર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની ૬ બોટલ સાથે કનકસિંહ જાડાભાઈ ગોહિલ અને કેશુ બોઘુભાઈ ગોહિલ (બન્ને રહે.શેવડીવદર)ને કુલ રૂ.૩૭,૧૭૮ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તથા દારૂનો જથ્થો આપનાર અશોકસિંહ મંગાભાઈ ગોહિલ (રહે.શેવડીવદર) સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં સિહોરમાં દાદાની વાવ ગાયત્રીનગર સોસાયટીમાં હરમીત  નીતિનભાઈ રાઠોડને તેના રહેણાંકી મકાનની બહાર પડેલી તેની જીજે-૦૪-ઈજે-૦૨૫૨ નંબરની કારની પાછળની સીટ નીચે છૂપાવેલી દારૂની૪૮૦ બોટલ સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં સિહોર પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.૪.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધ્યો હતો.

Tags :