વડોદરા,માંજલપુર ફાટક પાસે દારૃની મહેફિલ માણતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, ફાટકની પાસે પાણીના આર.ઓ. પ્લાન્ટની બાજુમાં ભંગારવાળાની દુકાનની દીવાલને અડીને કેટલાક લોકો દારૃ પી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ દારૃની મહેફિલ માણતા મળી આવ્યા હતા. પોલીસે (૧) શિવમ ઘનશ્યામભાઇ પટેલ (૨) રમેશ દેવજીભાઇ ચૌહાણ (બંને રહે. સૂર્ય દર્શન ટાઉનશિપ, માંજલપુર) તથા (૩) પ્રજ્ઞોશ રાજેન્દ્રભાઇ પુરાણી (રહે. વિનીત પાર્ક સોસાયટી, માંજલપુર) ની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે દારૃની અડધી બોટલ કબજે કરી છે. પોલીસનું કહેવું છે કે, ત્રણેય ભંગારનો છૂટક ધંધો કરે છે.


