ઝઘડિયાના તરસાલી ગામ ખાતે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર
Bharuch Gambling Raid : રાજપારડી પોલીસ ટીમના જવાનોએ ચોક્કસ માહિતીના આધારે નવી તરસાલી ખાતે દરોડો પાડી જુગાર રમી રહેલા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રાશીદ અશરફ ગુલામ જીલાની મલેક, જીયાઉદ્દીન મોહમ્મદ શેખ, અસરફી અનિફ મોહમ્મદ મલેકનો સમાવેશ થાય છે. જ્યારે સરફુદ્દીન મન્સૂર ઉર્ફે હિંમત, વિક્રમ નારસિંગભાઈ વસાવા અને કમલેશ વસાવા (તમામ રહે-તરસાલી ગામ, ઝઘડિયા)ને ફરાર જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ.17,640નો મુદામાલ જપ્ત કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.