Gujarat

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સાગરીતોની ધરપકડ

By GS TEAM
19 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં મુસાફરી કરતા સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નિવૃત્ત SRP PI સાથે થયેલી ચોરી સહિત અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કુલ રૂ.15.38 લાખનો મુદ્દામાલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સાગરીતોની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં મુસાફરી કરતા સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નિવૃત્ત SRP PI સાથે થયેલી ચોરી સહિત અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કુલ રૂ.15.38 લાખનો મુદ્દામાલ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

આ ટોળકી ખાસ કરીને સિનિયર સિટીઝન્સને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડતી હતી. આ દરમિયાન મુસાફરની નજર ચૂકવીને તેમના થેલામાંથી સોનાના દાગીના અને રોકડની ચોરી કરતાં હતા. ઘટનાને અંજામ આપી આરોપી દ્વારા પેસેન્જરને થોડે દૂર ઉતારી દેવાની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવામાં આવતી હતી. 

ઝડપાયેલા આરોપીઓ

મોહમદ યુનુસ ઉર્ફે "ચાચા" (ઉં.વ.46, રહે.દાણીલીમડા, અમદાવાદ)

ઇમ્તિયાઝ ઉર્ફે "કુલી" (ઉં.વ.36, રહે.સરસપુર, અમદાવાદ)

સકીલ સલીમભાઈ અંસારી (ઉં.વ.38, રહે.દાણીલીમડા, અમદાવાદ)

રિકવર મુદ્દામાલ

સમગ્ર મામલે પોલીસે આરોપી પાસે સોનાની મગમાળા (પેન્ડલ સાથે), સોનાનો હાર (કંદોરો), સોનાની ચેઈન અને આશરે 8 તોલાની 2 સોનાની વીંટીઓ, રોકડ, ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા અને 2 મોબાઈલ ફોન મળીને કુલ 15.38 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

ઉકેલાયેલા અન્ય ગુનાઓ

સરદારનગરના ગુના ઉપરાંત, આ ટોળકીએ અન્ય ચાર ચોરીની કબૂલાત કરી છે:

વાસણા: 15 દિવસ પહેલા એક દંપતીના થેલામાંથી 2 તોલાનું મંગળસૂત્રની ચોરી.

નરોડા પાટિયા: એક મહિના પહેલા એક મહિલાની સોનાની બુટ્ટી અને વીંટીની ચોરી.

નરોડા પાટિયા: 17 દિવસ પહેલા એક મહિલાના બેગમાંથી રૂ. 1 લાખ રોકડાની ચોરી.

જશોદાનગર: સવા મહિના પહેલા એક મુસાફરના રૂ. 50 હજાર રોકડાની ચોરી.

આ પણ વાંચો: ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જમીનનો આખો ઝોન બદલવો પડ્યો

ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમીના આધારે જમાલપુર બ્રિજ નીચેથી આ ટોળકીને ઝડપી લેવામાં આવી છે. હાલમાં ભારતીય ન્યાય સંહિતા(BNS) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.