વડોદરા,સોમા તળાવ નજીક જાહેરમંા મારામારી કરનાર ત્રણ આરોપીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે.
સોમા તળાવથી તરસાલી તરફ જવાના રોડ પર બ્રિજ ઉતરતા જાહેરમાં કેટલાક લોકો મારામારી કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે મકરપુરા પોલીસે તપાસ કરતા ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી (૧) કવાભાઇ વાહાભાઇ ભરવાડ (૨) બાથુભાઇ વાહાભાઇ ભરવાડ તથા (૩) રાકેશભાઇ કાળુભાઇ ભરવાડ (ત્રણેય રહે. ભરવાડ વાસ, દંતેશ્વર) ને ઝડપી પાડયા હતા. જ્યારે દેહુરભાઇ વાહાભાઇ ભરવાડ, ભરતભાઇ કાળુભાઇ ભરવાડ અને લાલાભાઇ ભોપાભાઇ ભરવાડની શોધખોળ શરૃ કરી છે.


