વાઘોડિયામાં વૃધ્ધાની ચેન લૂંટનાર ત્રણની ધરપકડ
સોનાની લગડી, ચેન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા, તા.19 વાઘોડિયામાં વૃધ્ધાના ગળામાંથી રૃા.૮૦ હજારની સોનાની ચેન તોડી ભાગી જનાર ત્રણ શખ્સોની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી હતી. વૃધ્ધાએ આપેલા વર્ણન મુજબ ચેન તોડનારે કાળી ટી શર્ટ પહેરી હતી તેમજ કાળા રંગનું સ્કૂટર હતું. પોલીસે સીસીટીવીના આધારે સ્કૂટરનો નંબર મળ્યો હતો અને તેના આધારે પોલીસે નિકુંજ મુકેશ પરમાર, ગૌરાંગ હસમુખ પરમાર (બંને રહે.રામદેવ ફળિયું, પીપળીયા) અને વિશાલ રમેશ રાઠોડ (રહે.પાણીની ટાંકી પાસે, માડોધર)ની ધરપકડ કરી ત્રણે પાસેથી ૧૧ ગ્રામ સોનાની લગડી, સોનાની ચેન વેચાણના રૃા.૬૦૫૦૦ રોકડ, એક સ્કૂટર, એક બાઇક અને ત્રણ મોબાઇલ કબજે કરાયા હતાં.