500 નું બંડલ આપવાના નામે મહિનાના દાગીના પડાવનાર અમદાવાદના ત્રણ ઠગ પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં જુદા-જુદા બહાને દાગીના પડાવી લેતી અમદાવાદની ગેંગના ત્રણ સાગરીતો પોલીસે ઝડપી પાડ્યા છે.
પાણીગેટ વિસ્તારમાં એક રીક્ષામાં કેટલાક શંકાસ્પદ શખ્સો રહ્યા હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી સોનાનો એક વેડલો (અંદાજે દોઢ તોલા) મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન પકડાયેલાઓના નામ રાહુલ ધનાભાઈ રાઠોડ (ખોડીયાર નગર 3, સરદાર નગર, અમદાવાદ), મહેશ હરિભાઈ સોલંકી(સુતર કારખાના પાસે, નરોડા અમદાવાદ) અને પૂનમ રાજુભાઈ રાઠોડ (ભરવાડ વાસ, કુબેર ભવન, અમદાવાદ) હોવાનો ખુલ્યું હતું. જે પૈકી રાહુલ અગાઉ ચીલ ઝડપના કેસમાં તેમજ પૂનમ ઠગાઈ સહિતના જુદા જુદા છ ગુનામાં પકડાયા હતા.
ટોળકી એ ગઈતા.30મી જુલાઈએ આજવા રોડ વિસ્તારમાં એક મહિલાને રૂ.500 નું બંડલ આપવાના નામે વાતોમાં ફસાવી સોનાનો વેડલો ઠકી લીધો હોવાની વિગતો ખુલ્લી હતી. જે ગુનામાં એક મહિલા અને અન્ય એક સાગરીત પણ સામેલ હોવાથી પોલીસે તેમની પણ તપાસ હાથ ધરી છે.









