Gujarat
પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા
By GS TEAM
12 Dec 20251 min read

વડોદરાઃ વડોદરા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર હોય તેવા પરપ્રાંતીય આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ દરમિયાન વધુ ત્રણ આરોપી પકડાયા છે.
૧૩ વર્ષ પહેલાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુનિનોર કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે રૃ.અઢી લાખની ઠગાઇનો બનાવ બન્યો હતો.જેમાં પકડાયેલો મહંમદ સલમાન હનિફ શેખ હાથકડી કાઢીને ફરાર થઇ ગયો હતો.આ આરોપીને પોલીસે યુપીના પ્રતાપગઢ ખાતેથી દબોચી લીધો છે.આ જ ગુનામાં જે બેન્કમાં રકમ ટ્રાન્સફર થઇ હતી તે આરોપી મહંમદ ઉન્નાબ મહોબત અલી પણ વોન્ટેડ હોઇ તેને પણ ઝડપી પાડયો છે.
વર્ષ-૨૦૧૫માં આંધ્રપ્રદેશ ખાતે ટ્રક લઇ જવાના નામે ટ્રક લઇ ફરાર થઇ ગયેલા જુબેર ઉર્ફે જાવેદ અહેમદ મહંમદસલીમ (પ્રતાપ ગઢ,યુપી)ને પણ ક્રાઇમ બ્રાન્ચે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી ફતેગંજ પોલીસને સોંપવા તજવીજ કરી છે.








