Gujarat

ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત

By GS TEAM
4 Sep 20251 min read
ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીની પાસામાં અટકાયત

વડોદરા,ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપી તથા દારૃના ગુનામાં સામેલ આરોની પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ - અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ઉંડેરા ખાતે મનીવુડ રેસિડેન્સીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૧.૯૩ લાખની ચોરી થઇ હતી. તેવી જ રીતે કોયલી શેરખી રોડ પરની અવધ વિહાર સોસાયટીના બંધ મકાનમાંથી ૧.૨૭ લાખની ચોરી થઇ હતી. આ ગુનામાં સામેલ આરોપી સુખરામભાઇ ગલાભાઇ માવી (રહે. વડવા ગામ, તા. ગરબાડા, જિ.દાહોદ) ની પાસા હેઠળ અટકાયત કરી સુરત, મુકેશ મથુરભાઇ માવીને નવસારી, પંકેશ મથુરભાઇ માવીને અમદાવાદ  તથા કમલેશ મંગલસિંહ માવીને  મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે દારૃના ગુનામાં પકડાયેલા આરોપી જીજ્ઞોશ ઉર્ફે જય નરેન્દ્રભાઇ નાયડુ (રહે. ઇશાનીયા ફ્લોરેન્જા, ઉંડેરા) ની પાસા  હેઠળ અટકાયત કરી અમદાવાદ  જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.