જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત
દારૃ અને ચોરીના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ સામે પણ પાસાની કાર્યવાહી

વડોદરા,જૂનીગઢી વિસ્તારના તોફાનમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ તથા રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
નવરાત્રિ અગાઉ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે ટોળાએ સિટિ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. તે દરમિયાન આરોપીઓએ ટોળાની ઉશ્કેરણી કરતા ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઇને પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી હતી. આ કેસમાં જામીન પર છૂટેલા સાહિલ અબુતાલીબ મલેક (રહે. બાવામાનપુરા, પાણીગેટ) તથા ઇરફાનમીંયા ઇબ્રાહિમમીંયા શેખ (રહે. નાલબંધવાડા ચોરા પાસે,હરણખાના રોડ) ને જૂનાગઢ તથા જુનેદઅહેમદ અબ્દુલરહેમાન શેખ (રહે. અંબર એપાર્ટમેન્ટ, હાથીખાના મેન રોડ) ને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે દારૃના કેસમાં ઘનશ્યામ રજનીકાંત ખારવા (રહે. ખારવા વાડ, નવાપુરા)ને રાજકોટ, ચોરીના ગુનામાં રાજવીરસીંગ કિશોરસીંગ ટાંક (રહે. વારસિયા) ને રાજકોટ તથા હસમુખ ચંદુભાઇ પટેલ (રહે. બ્રહ્માનગર, ખોડિયાર નગર નજીક)ને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.