ભાડે લીધેલી કાર બીજાને પધરાવી દેનાર તેમજ વાહનો ખરીદી ચૂનો ચોપડનાર ત્રણ મિત્રો પકડાયા

વડોદરાઃ શહેરના આજવારોડ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શકમંદ યુવકોને ઝડપી પાડી પૂછપરછ કરતાં ત્રણેય જણાની વાહનોના નામે ઠગાઇ કરવાના ગુનાઓમાં સંડોવણી જણાઇ આવી હતી.
પોલીસે ધવલ રાજુભાઇ વાઘેલા(શિવાય સ્કાય,એલએન્ડટી સામે,વાઘોડિયારોડ મૂળ શુભમ પાર્ક,વરાછા,સુરત) અને કિશન રાજેશભાઇ ટીલાળ(સોડવરી,ભેંસાણ,જૂના ગઢ હાલ.શિવાય સ્કાય,એલએન્ડટી સામે, વડોદરા)ની પૂછપરછ કરતાં તેમણે ગઇ તા.છઠ્ઠી જુલાઇએ એક દિવસ માટે થાર કાર ભાડે લીધા બાદ અમરેલીમાં ફટકારી મારી હોવાની વિગતો બહાર આવી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચે કાર કબજે કરી બાપોદ પોલીસને જાણ કરી હતી.
જ્યારે,ભાવગીરી ઉર્ફે ભાવેશ રામગીરી ગોસાઇ(કઠોદરા,સુરત, હાલ રહે.શિવાય સ્કાય,એલએન્ડટી સામે)ની તપાસ કરતાં તેણે સુરતમાં એક પરિચિત મારફતે કાર અને બૂલેટ ખરીદ્યા બાદ રૃ.૪.૨૩લાખ ચૂકવી બાકીના રૃ.૧૭.૦૭ લાખ નહિ ચૂકવીને ઠગાઇ કરી હોવાની વિગતો ખૂલી હતી.જેથી સુરત પોલીસને જાણ કરવામાં આવી છે.








