Get The App

દુષ્કર્મની ફરિયાદમાં મહિલાને મદદ કરીશ તો જાનથી મારી નાંખીશ...યુવતીને મદદ કરનારને ફોન પર ધમકી

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
દુષ્કર્મની ફરિયાદમાં મહિલાને મદદ કરીશ તો જાનથી મારી નાંખીશ...યુવતીને મદદ કરનારને ફોન પર ધમકી 1 - image


Vadodara Death Threat : દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલાને મદદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપનાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આજવા રોડ એકતા નગર આંબેડકર નગરમાં રહેતા હરિશ અમૃતલાલ સરાણીયા બજરંગ દળમાં સામાજિક કાર્યકર છે. તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 10મી તારીખે રાતે સાડા આઠ વાગ્યે મારો મિત્ર દેવેન્દ્રભાઇ સાથે તેમની ઓફિસ બાપોદ ક્રિષ્ણા પાર્ક કોમ્પલેક્સમાં બેઠો હતો. તે દરમિયાન એક મહિલાએ આવીને મને જણાવ્યું હતું કે, કરજણના એક વિધર્મી પ્રતિક ઉર્ફે ઇકબાલે મને પ્રેમજાળમાં ફસાવી છે. મારે તેની સામે ફરિયાદ કરવી છે. મેં તે મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કહ્યું હતું. 10મી તારીખે મારા ફોન પર એક કોલ આવ્યો હતો. વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ દીગુ મહીડા જણાવી ધમકી આપી હતી કે, હું તરસાલી ચોકડીથી બોલું છું. પેલી મહિલાની મેટરમાં ના પડતો. જો તું આ મેટરમાં પડીશ તો તને જાનથી મારી નાંખીશ.

Tags :