Gujarat
ફરિયાદ પરત ખેંચી લેવા માટે હુમલો કરી ધમકી
By GS TEAM
8 Jul 20251 min read

વડોદરા,બળાત્કારની ફરિયાદ પરત ખેંચી લેવા માટે અકસ્માત કરી ઝઘડો કરી ધમકી આપનાર શખ્સ સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં રહેતા યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે બપોરે પોણા એક વાગ્યે હું મારી બાઇક પર શાકભાજી લઇને ટાવર તરફ જતો હતો. ત્યારે અચાનક મારી બાઇકના પાછળના ભાગે એક મોપેડ અથડાયું હતું. મોપેડ ચાલકે નીચે ઉતરીને મને તમાચા મારી દઇ ગાળો બોલી કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપી હતી. તેણે મોપેડની ડીકીમાંથી ખંજર કાઢવા જતો હતો. પરંતુ, ત્યારબાદ તે ભાગી ગયો હતો. મોપેડ ચાલક ચંદ્રકાંત મફતભાઇ પરમાર (રહે. બરાનપુરા, વાડી) વિરૃદ્ધ બાપોદમાં બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી. તે ફરિયાદ પરત ખેંચી લેવા માટે ઝઘડો કર્યો હતો.








