Get The App

આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
આંગણવાડી કાર્યકર અને તેડાગરની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચિમકી 1 - image


સત્યાગ્રહ છાવણી પર મહિલાઓનું શક્તિ પ્રદર્શન

રેલી બાદ સભામાં સરકારને ઝાટકીને ખાલી જગ્યા ભરવાબઢતી આપવા ઉપરાંત હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવાની માંગ કરાઇ

ગાંધીનગર : હાઇકોર્ટ અને સુપ્રમિ કોર્ટના ચૂકાદા અને ટીપ્પણીઓને નહીં ગાંઠીને અન્યાય કરતી સરકાર સામે રાજ્યભરમાંથી ઉમટી પડેલી આંગણવાડી કાર્યકર, તેડાગર મહિલાઓએ પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. જ્યાં સરકાર હવે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો વિધાનસભાને ઘેરાવની ચિમકી પણ અપાઇ હતી. સાથે ખાલી જગ્યા ભરવા, બઢતી આપવા સહિત માંગણીઓ દોહરાવાઇ હતી.

રેલી બાદ યોજાયેલી સભામાં જણાવાયુ હતું, કે હાઇકોર્ટ દ્વારા ગુજરાતની આંગણવાડીની કર્મચારી મહિલાઓના સંબંધે ગત ઓક્ટોબરમાં અપાયેલા ચૂકાદામાં આંગણવાડી કર્મચારીઓને સ્થાયી સરકારી નોકરીના હકદાર તરીકે ઓળખવામાં આવ્યા હતાં. ઉપરાંત હાઇકોર્ટે સરકારને છ મહિનામાં નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો. ચૂકાદાનું પાલન કરવામાં આવે તો જ આંગણવાડી કર્મચારીઓની સ્થિતિમાં સુધારો થઈ શકે તેમ હોવાથી આ મુદ્દે આંદોલનકારી મહિલાઓમાં ભારે રોષ ફેલાયેલો છે. તેના પહેલાં સુપ્રીમ કોર્ટે એપ્રિલ, ૨૦૨૨માં ગ્રેચ્યુઇટી એક્ટ, ૧૯૭૨ને લાગુ કરવાનો ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી કર્મચારીઓ અને સહાયકોને ગ્રેચ્યુઇટીનો હક મળ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના ઓછા પગાર અને મુશ્કેલીઓ અંગે ખાસ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેમની સેવા શરતો સુધારવા માટે સૂચના પણ આપી હતી. પરંતુ તેની અમલવારી કરવામાં આવી નથી. ત્યારે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભારતીય કર્મચારી મહાસંઘની આગેવાનીમાં આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. મહિલાઓએ તેમને બુથ લેવલ ઓફિસર તરીકે ચૂંટણીની કામગીરી સોંપવા સામે પણ વિરોધ દર્શાાવ્યો હતો.

Tags :