Get The App

મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી

બાપોદ પોલીસ સ્ટેશને ગયા ત્યારે અપમાનિત ટિપ્પણી પણ કરી હતી

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
મહિલા સામાજિક કાર્યકરને મારી નાખવાની ધમકી 1 - image

વડોદરા,મહિલા સામાજિક કાર્યકરને જાનથી મારી નાખવાની  ધમકી આપનાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

વાઘોડિયારોડ દિપમ ફ્લેટમાં રહેતા દિવ્યાનીબેન પરમારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૫ મી તારીખે અમારા સમાજના લોકો બાપોદ પોલીસ સ્ટેશનમાં ભેગા થયાની જાણ થતા મને પરેશભાઇએ કરતા હું ત્યાં ગઇ હતી. ત્યાં અમારા સમાજના ભરતભાઇ મહીજીભાઇ રોહિત (રહે.ચંદ્રનગર સોસાયટી, તરસાલી), નિલ્પેશ ઉત્તમભાઇ વાઘ (રહે. તરસાલી) તથા પ્રવિણભાઇ ઉદેસંગભાઇ પરમાર (રહે.  પાદરા) તથા અન્ય ૮૦ થી ૯૦ લોકો  હાજર  હતા.ભરતભાઇ તેમજ નિલ્પેશે મારૃં અપમાન કર્યું હતું. તેઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.